મોરબી જિલ્લો : મોરબી જિલ્લામાં ફાયર ટીમ એન.ડી.આર.એફ., તથા એસ.ડી .આર. એફ. દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

મોરબી જિલ્લો :  મોરબી જિલ્લામાં ફાયર ટીમ એન.ડી.આર.એફ., તથા એસ.ડી .આર. એફ. દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી 

મોરબી જિલ્લાના ભારે વરસાદને પગલે નદીનાળામાં પાણીની આવક સતત વધી રહી છે. ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામ ખાતે ટ્રેક્ટર તણાયાની ઘટનામાં જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

 હળવદ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર શ્રી કે. બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિતના તમામ અગ્રણીશ્રીઓ વહેલી સવાર સુધી બચાવ કામગીરીમાં જોડાયા હતા તથા ખડેપગે રહ્યા હતા. 

ફાયર ટીમ એન.ડી.આર.એફ., તથા એસ.ડી .આર. એફ. દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Comments