મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

 મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા 


મહાનુભાવોના હસ્તે ૭ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ

• “બાળક એ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે જેને ખીલવવાનું સૌભાગ્ય શિક્ષકોને મળ્યું છે”

• “શિક્ષક અને બાળકો વચ્ચે અભયનું વાતાવરણ હોવું જોઈએ”

• “અનેક સફળ વિભૂતિઓની પાછળ તેમના શિક્ષક કે ગુરુઓની પ્રેરણા મહત્વની”

શિક્ષક દિનની ઉજવણી અન્વયે મોરબીની નાની વાવડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અશોક કાંજીયાને મોબાઇલમાં ઓનલાઇન કસોટીઓ બનાવવી, વિવિધ ઇનોવેશન, ઈતર પ્રવૃતિઓમાં બાળકો માટે વિશેષ સમય ફાળવવો, શાળાને વોટર ફેસિલિટી એવોર્ડ, સ્વચ્છ શાળા એવોર્ડ અપાવવા માટે, ડોર ટુ ડોર વાલી મુલાકાત કરી અનેક બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવો સહિતની પ્રવૃત્તિઓ માટે તેમને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત થયું છે. #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj

Posted by Info Morbi GoG on Thursday, September 5, 2024

Comments