AIMS રાજકોટ દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે પ્રથમ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ.

  AIMS રાજકોટ દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે પ્રથમ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ.

મોરબી જિલ્લામાં, વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIMS - રાજકોટ દ્વારા પ્રથમ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું શુભારંભ રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.


પ્રસંગે, સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના આરોગ્ય માળખામાં મોટા સુધારાઓ થયા છે. દેશમાં 21 AIMS સ્થાપિત થયાં છે, અને આ કેમ્પ દ્વારા મોરબી જિલ્લાવાસીઓને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે."


કલેકટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, "મોરબી જિલ્લાના લોકો માટે AIMS દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં મેડિસીન, હાડકા, ફેફસા, કાન-નાક-ગળા, કેન્સર, આંખ, બાળક અને સ્ત્રીરોગ, સર્ચરી, ચામડી, એનેસ્થેસિયા, દાંત, લેબોરેટરી અને એકસ-રે જેવી વિશાળ સેવાઓ આપવામાં આવી રહી છે."

આ કેમ્પના પ્રેરક ઉપસ્થિતી હેઠળ, મોરબી જિલ્લાવાસીઓ માટે આરોગ્ય સુખાકારીની ઉપલબ્ધિ માટે વિધિવત આ આયોજન કરાયું હતું.


Comments